Home Courses News Students Staff Student Corner Gallery About Us SiteAdmin

શ્રી મોડદર એજ્યુકેશન ટ્રસ્ટ - મોડદર સંચાલિત શ્રી સરમણ મુંજા જાડેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણામાં કાર્યરત છે. સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાની સમગ્ર શક્તિઓનું યોગદાન આપી શકે તેવા શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરવાનું આ સંસ્થાનો શુભ હેતુ છે.

કુતિયાણા મુકામે આવેલ અમારી સંસ્થાના વિકાસ માટે અમારો અભિગમ હમેશા વિકાસાત્મક અને રચનાત્મક જ રહ્યો છે. અમો દ્રઢપણે માનીએ છીએ કે શિક્ષણ વગર વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શક્ય જ નથી.

આ ટ્રસ્ટ સંલગ્ન કોલેજમાં નિયત અભ્યાસક્રમો આયોજન મુજબ સમયબદ્ધ રીતે ચાલતા રહે છે. અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વ્યક્તિ વિકાસની વિવિધતા પૂર્ણ પ્રવૃત્તિ ટ્રસ્ટ અને કોલેજ દ્વારા વખતોવખત થયા કરે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત ગણાતા આ વિસ્તારમાં ગરીબ અને અભાવગ્રસ્ત વિદ્યાર્થી સમુદાયને તાલુકા મથકે ઉચ્ચ શિક્ષણની સગવડ પ્રાપ્ત થાય તેમજ આધુનિક ટેકનોલોજી નો અભ્યાસકીય પ્રવૃત્તિમાં ઉપયોગ, નવા અભ્યાસક્રમો અને નવા શૈક્ષણિક પડકારો સામે સ્વસ્થ રીતે ટક્કર લેવાની ચોક્કસ તૈયારી સાથી સંસ્થા નિશ્ચિત ધ્યેય અંદ આયોજન સાથે પ્રતિબદ્ધ છે.

(c) Copy Right:2014-15